Sunday, 18 November 2012

વૈભવ અને શાંતિ

વૈભવમાં નહી, ઇશ્વર કૃપાથી જ આનંદની પ્રાપ્તિ સંભવ
આજનો માનવી દિવસ રાત પોતાની ઇચ્છાઓની પૂર્તિ માટે વ્યશસ્ત રહે છે.  પોતાના સ્વાર્થના માટે અનેક પ્રકારની યુકિતઓ અજમાવે છે.  સંસારમાં ન્યાયથી, અન્યાયથી, નીતિથી, અનીતિથી દુનિયાનો વૈભવ એકઠો કરી શકાય છે, પરંતુ તેનાથી પરમાત્મા‍ની કૃપા પામી શકાતી નથી.  જયાંસુધી પરમાત્માની કૃપા પ્રાપ્ત થતી નથી ત્યાંસુધી વૈભવના શિખર ઉપર બેસીને ૫ણ માનવીને શાંતિ મળતી નથી. બીજી તરફ પ્રભુ પરમાત્માની કૃપા પ્રાપ્તે થાય છે તો જંગલ હોય કે રેગિસ્તા‍ન તમામ જગ્યાએ, તમામ પરિસ્થિતિઓમાં માનવીની મન:સ્થિતિ એકરસ રહે છે.

આ૫ણા મનમાં એવો વિચાર આવતો રહે છે કે ભાગદૌડ, હરિફાઇ તથા સંઘર્ષશીલ જીવનમાં પ્રભુનું નામ લેવાની ૫ણ ફુરસદ નથી તો ૫રમાત્માની કૃપા કેવી રીતે મેળવી શકાય ?  જયારે થોડો સમય વિશ્રામ મળે છે ત્યારે આ૫ણે અનુભવીએ છીએ કે મારો તમામ ૫રિશ્રમ તો ભૌતિક સં૫તિ મેળવવા જ થઇ રહ્યો છે તેમછતાં મને શાંતિ મળતી નથી, ત્યારે આ૫ણે નિશ્ચય કરીએ છીએ કે, સંપૂર્ણ સંતોષ પ્રકૃતિ કે માયામાં નથી.

માનવ પ્રેમની અભિલાષામાં ઘણા સબંધો બાંધે છે તેમછતાં તેને પૂર્ણ પ્રેમ મળતો નથી. રવિન્દ્ર નાથ ટાગોરજીએ કહ્યું છે કે :  હું દરરોજ સુખનું સરનામું મેળવું છું, પરંતુ દરેક સાંજે ફરીથી ભુલી જાઉં છું. સવારથી શોધ શરું કરું છુ, પરંતુ સાંજ સુધીમાં અંધકાર સિવાય કંઇ જ પ્રાપ્ત થતું નથી.  સૌથી વધુ લોકો આ પીડાથી ત્રસ્ત છે કે  શું કરવું ?  કયાં જવું  ?  કયો માર્ગ અપનાવવો ?  અમારા જીવનમાં શાંતિ, પ્રેમ, આનંદ કયારે આવશે ?   આવા અનેક પ્રશ્નો મનમાં લગાતાર ઉદભવે છે. એક સિધ્ધાંત છે કે  જે વસ્તુ જયાં હોય છે ત્યાંથી જ તેની પ્રાપ્તિ થાય છે,  જેમકે :

એક માજીની સોઇ રાત્રિના અંધકારમાં ખોવાઇ ગઇ, તે રસ્તા ઉ૫રના પ્રકાશમાં વ્યાકૂળતાથી શોધી રહ્યાં છે. તે રસ્તા ઉ૫રથી ૫સાર થતા એક વ્ય કિતએ માજીને પુછયું કે મા ! તમારું શું ખોવાઇ ગયું છે ? વૃધ્ધ માજીએ કહ્યું કે મારી સોઇ ખોવાઇ ગઇ છે. પેલા વ્યમકિતએ ફરીથી પુછયું કે કયાં ખોવાઇ ગઇ હતી ?  વૃધ્ધ માજીએ જવાબ આપ્યોં કે મારી ઝુંપડીની અંદર અંધારામાં ખોવાઇ ગઇ હતી. પેલા વ્યધકિતએ સમજાવ્યું કે માજી સોઇ ખોવાઇ ગઇ છે ત્યાં શોધવાથી જ તે પ્રાપ્ત થશે.

પ્રેમ હ્રદયમાં અને આનંદ આત્મામાં સમાયેલ છે, એટલે પ્રભુ પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો તેને હ્રદય ૫ટલમાં શોધીએ કે જયાં ૫રમ પ્રેમાસ્પદ ૫રમાત્મા નિવાસ કરે છે.  સૌથી ૫હેલી આવશ્યકતા એ છે કે વસ્તુ ને તેની જગ્યાએ શોધ કરીએ.  એવું ના બને કે … ‘વસ્તુ કહીં, ઢૂંઢે કહી,  કિસ બિધ લાગે હાથ.. ‘  જો આપણા જીવનમાંથી આરામ ખોવાઇ ગયો છે તો જાણી લેવું જોઇએ કે સુખ ચૈન કોઇ બહારની વસ્તુ જ નથી, વૈભવ, ભૌતિક સંપતિથી મળનારી વસ્તુ નથી, ૫રંતુ તે અંદરનો ખજાનો છે.

આ૫ણે સાંસારિક ૫દાર્થોને જોઇને એવું લાગે છે કે તેમાં સુખ ચૈન સમાયેલું છે, આ૫ણે વિચારીએ છીએ કે ધનથી સુખ ચૈન મળશે, સત્તાથી સુખ મળશે કે શકિતથી આનંદ મળશે, ૫રંતુ આ તમામ ભ્રાંતિઓ છે, ક્ષણિક વૈષયિક સુખમાં આનંદનો સર્વથા અભાવ હોય છે.   શાંતિ મનની અંદર હોય છે, પ્રેમ હ્રદયમાં હોય છે અને આનંદ આત્માહમાં હોય છે, તેને ત્યાં થી પ્રાપ્ત કરીને સુરક્ષિત રાખવાં ૫ડે છે.  તમામની પાસે ચોવીસ કલાકનો સમય હોય છે, આ સમયમાં વ્યક્તિ શૈતાન  પણ બની શકે છે અને દેવતા પણ બની શકે છે.

સમયના સદ્ઉ૫યોગથી વ્યક્તિ  આગળ વધી જાય છે અને દુરઉપયોગથી તેના નીચે ૫છડાવવામાં ૫ણ વાર લાગતી નથી, એટલા માટે પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ ! મને શાંતિ પ્રદાન કરો, પ્રેમ,પ્રસન્નતા અને સુખ ચૈન મને પ્રાપ્તા થાય તેવી મારી કામના છે.  પોતાની કામનાને અનુરુપ જ માનવીને આચરણ કરવું જોઇએ.  જો માનવી શાંત રહેવા ઇચ્છતો હોય તો તેને શાંતિદાયક વચનોનો પ્રયોગ કરવો જોઇએ. તેની દિનચર્યા શાંતિથી શરુ થાય અને શાંતિમાં જ સમાપ્ત થાય એવો પ્રયાસ કરવો જોઇએ. જયારે કોઇ વાત આપણને પ્રતિદિન અશાંત કરવા લાગે તો તેની સામે એકવાર પુરી તાકાતથી લડી લેવું, પરંતુ કોશિષ એવી કરવી કે તેનો અંત શાંતિથી જ આવે.  આ શાંતિ કામનાઓની પૂર્તિથી મળી શકતી નથી.  કામનાઓના ત્યાગમાં, અનાસક્તભાવમાં જ સાચી સુખશાંતિ મળે છે.


Saturday, 17 November 2012

વરસાદ ની વિદાય

આ વર્ષે વરસાદના નવી વહુજેવા માનપાન મેળવવાની લાલચમાં આપણી હાલત ધોબી કા કુત્તાજેવી થઈ ગઈ છે.એ વરસતો તો નથી જ પણ રોજ આપણને ઉલ્લુ બનાવવા વાદળછાયા આકાશ અને ભેજથી ભરપૂર વાતાવરણનો હેવી ડોઝ આપણા માથે ઝીંકે રાખે છે.પરિણામે આપણે કડકડતી નોટમાંથી સાવ હવાઈ ગયેલા પાપડ જેવા થઈ જઈએ છીએ.
જોકે વરસાદના નસીબ પણ સત્તાધારી પક્ષ જેવા જ. વધારે વરસે તો પણ ગાળો પડે, માપસરનો પડે તો પણ ગાળો અને ઓછો પડે તો તો ગાળોનો ટોપલો નક્કી જ હોય !
વર્ષા- ઋતુ આવે એટલે આપોઆપ લોકોની યાદશક્તિના કોથળામાંથી કવિ કાલિદાસના  બિલાડા જેવું મેઘદૂત કાવ્યનીકળે અને એનો નાયક વિરહી પ્રેમી યક્ષ યાદ આવી જાય.મારું હાળું એ તો બહુ જબરો ! પોતાની પ્રિયાને વાદળાઓ જોડે કવિતાઓ સંદેશા મોકલે. વળી એ બધું ય મફતિયા. રામ રાજ્ય પ્રજા સુખી.પણ આજ્કાલના જુવાનિયાઓ બિચારા શું કરે? એમને તો એક માત્ર આધાર મોબાઈલ મેસેજીસજ. કોકટેલ મૂવીના રાપચીક સોંગ તુમ્હી દિન ચઢે,તુમહી દિન ઢલે, તુમ્હી હો બંધુ-સખા તુમ્હીની જેમ આજ-કાલના જુવાનિયાઓની લવસ્ટોરીનો મોટા ભાગનો દારોમદાર મોબાઈલના ટોકટાઈમ -મેસેજીસની સ્કીમસ પર જ હોય છે.
ધારો કે, વરસાદમાં મોબાઈલના સીમકાર્ડ જેવી સ્કીમ્સ હોય તો
જો શહેરના બધા જુવાનિયાઓ એવી પ્રતિજ્ઞા લે કે વરસાદમાં ગમે એટલી રુપાળી પલળેલી છોકરીઓ સામે મળશે પણ એ લોકો પોતાની એક માત્ર ગર્લફ્રેંડને યાદ કરીને એ રુપનીતરતી યૌવના સામે નજર સુધ્ધાં નહી નાંખે. ભારત મારો દેશ છે અને એકને છોડીને બધીય છોડીઓ મારી બેનતો એમને એ માનસિક વફાદારી દાખવ્યાના ઇનામરુપે ફુલ વરસાદ ટાઈમમળશે. હેય ગર્લફ્રેંડ જોડે ભલે ને ભરપૂર ધુબાકા મારે પછી એ ધોધમાર વરસાદમાં(મનોમન આ માનસિક પ્રામાણિકતા દાખવ્યાનું ગુમાન કે અફસોસ ના થવો જોઇએ નહીં તો અડધો વરસાદી ટાઈમ કટ)
છોકરીઓ તો બિચારી જન્મજાત ડાહી.એટલે એમને માટે આવા બધા કોઇ નિયમ કાયદા નહી. દિવસમાં એકાદ વાર ભગવાનને હાથ જોડીને, થોડી વધારે ઇફેક્ટ લાવવા માથા પર દુપટ્ટો નાંખી દે અને પ્રાર્થના કરીને વિનવી લે તો એમને માટે દાળ-શાકમાં નાંખતી વખતે સમારેલી કોથમીરને નીચોવી નીચોવીને નાંખતા પાણીના જે છાંટા ઉડે એવો ઝરમર ઝરમર વરસાદ ટાઈમ ચાર માસના ચોમાસાની  ફુલ વેલિડીટી સાથે. ઝરમર- ઝરમર પાછળનું ખાસ કારણ છોકરીઓની નાજુક પ્રકૃતિ.રીમઝીમ રીમઝીમ, તુમ હમ-હમ તુમજેવી ઝરમરમાં મન મૂકીને ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાયટાઈપનું પલળતી વેળા એ નાજુક કન્યાઓને શરદી થવાના ચાંસસાવ ઓછા રહે ને ! વરસાદને પણ સુંદરતા માટે થોડો સોફ્ટ કોર્નર તો હોય જ ને ! આફટર ઓલ એના થકી જ તો કુદરત સુંદર દીસે છે !
ધારો કે દરેક ક્ષેત્રના લોકો માટે અલગ અલગ સ્કીમ હોય તો ?
-સ્પોર્ટસના ખેલાડીઓ માટે
સાનિયા મિર્ઝા લીએન્ડર પેસ જોડે ઓલિમ્પિકમાં રમશે કે નહી એની જળ બિલાડીજોડે આગાહી કરાવવી જોઇએ. બિલાડીની હાકે  નાપર વરસાદની સ્કીમનો આધાર.  પોઝિટીવીટી વધારે હોય તોસંપ ત્યાં જંપની ભાવનાનો આદર કર્યો એના બદલ ગ્રુપમાં અંદરો-અંદર વાતચીત કરવા માટેની સુવિધા ટોટ્લી ફીજેવી સગવડીઅણ વરસાદી સ્કીમ આપવી જોઇએ. જેમાં એમના રમવાના સમયે ગ્રાઉંડ એકદમ કોરુકટ મળે અને રમી રહે એટલે એમને ભીંજવી દેતો ભરપૂર વરસાદ પડે.
મ્યુઝીક લવર્સમાટે
ઇન્ડીયન આઈડોલનો પ્રોગ્રામ પ્રેમથી જોતા લોકો માટે હર એક જજને સહન કરવો જરુરી નથીવાળી સ્કીમ આપવી જોઇએ. જેના પરિણામરુપે જજ અનુ મલિકની શાયરીઓ બંધ કરાવાય કાં તો પ્રોગ્રામમાંથી  અનુ મલિકને આખે આખો જ બાદ કરાય તો મ્યુઝીક લવર્સનો માથાનો દુ:ખાવો થોડો ઓછો થાય, એમના મગજ ઓછા તપે અને એને ઠંડા રાખવા પાણીની બહુ જરુર ના પડે. એ વધારાના પાણીનો આવતા વર્ષ માટે સ્ટોક કરી શકાય .
પરદેશ કેવી રીતે જઇશવિચારનારા માટે
આપણે ત્યાં આમે ય પશ્ચિમી વાયરાનું જોર જરા વધારે . એના રંગે રંગાઈને પરદેશ સેટલ થવાના પ્લાન કરનારાઓ એ અંગરેજીમાં ગટર પટર બોલવાનું શીખવાના બદલે ત્યાંની અતિ આવશ્યક અને હાઇજેનિક ટેવ અપનાવીને ટોઈલેટમાં પાણીના બદલે ટીશ્યુપેપર વાપરવાનું ચાલુ કરી દેવું જોઇએ. ટીશ્યુ પેપરનો જથ્થો પૂરતો  ના મળે તો કોકાકોલા,પેપ્સી જેવા પીણા વાપરીને પણ પરદેશ જતા સુધીમાં એ ટોઈલેટી રીતભાતતો સંપૂર્ણપણે શીખીને જ જઈશું ની દેશદાઝ દિલમાં રાખવી જોઇએ. એમણે દાખવેલા દેશપ્રેમ બદલ  ફુલ વરસાદ સેવા સ્કીમઆપવી જોઇએ. જેટલી દેશસેવા કરી એટલો ફુલ ટોકટાઈમ.નો હીડન ચાર્જીસ.
વૈજ્ઞાનિકો માટે-
વિજ્ઞાનમાં ઇશ્વરશબ્દ વાપરયો એ બહુ  ક્રાંતિકારી પગલું કહેવાય. ઇશ્વરીય કણ -હીગ્ઝ બોઝોનની શોધની સફળતાને વધાવવા માટે વૈજ્ઞાનિકોને મોઢું મીઠું કરાવવા જેવી ભાવના સાથે છૂટાછવાયા ઝાપટાઓથી ભીંજવીને અમુક અમુક સમયાંતરે આવતી રહેતી લોભામણી સ્કીમસ જેવી વરસાદી દિલખુશ સ્કીમઆપવી જોઇએ.
આરોગ્યના ચાહકો માટે
પોતાના આરોગ્ય માટે અતિ સાવચેત રહેનારા,દરેક સિઝનમાં બધી આળસ ખંખેરીને પણ કલાકેક જોગીંગવોકિંગ કરનારા,જમ્યા પછી  કાયમચૂર્ણકે સોડાની જરુર ના પડે એ હેતુથી ગમે એટલા થાકેલા હોય કે મોડું થઈ ગયું હો પણ યેન કેન પ્રકારેણનસો ડગલા ચાલવાની નિષ્ઠા ધરાવનારા લોકોને ચાલવામાં સરળતા રહે એમની નિષ્ઠાને સલામ કરીને રસ્તો ના તૂટે,પાણી ના ભરાય એવી સંતુલિત ધાર વાળો, રોજ બપોરે એક નિર્ધારીત સમયે પડીને પછી બંધ થઈ જનારા વરસાદની રેઈનકોટ અને છ્ત્રીલેસ સ્કીમ
સામાજીક સંબંધના મમતાળુ જીવ માટે
સામાજીક સંબંધોને જીવથી પણ અદકેરા માનનારા ભોળા માસૂમ લોકોને વ્યવહાર સાચવવામાં વચ્ચે ના આવે એના માટે એક નવા પ્રકારની સ્કીમ.. સીધીને સટ સ્કીમ’ ‘પૂછ કે બતાતા હુ વાળીમીંઢી વાતો નહી. વરસાદ ગમે ત્યારે પડે પણ પાણી ના ભરાય. આકાશમાંથી સીધો ખેતરો,કુવા, નદીઓ જ્યાં સ્ટોરેજ કરવાનો હોય સીધો ત્યાં જ ખાબકે.હંસાના પ્રફુલની જેમ જ..વરસાદ નો વરસાદ અને ચોકખાઈની ચોકખાઈટેઉ ઉ ઉટે ઉ ઉ ઉ…!