આવનારી ચૂટણી વિષે એક સાચી વાત.................. મારા બાળાભોળા મિત્રોની જાણ માટે : ભારતમાં ચૂંટણી જ્ઞાતિવાદ પર લડાય અને જીતાય છે. એટલે તો શિક્ષણ કે સરંક્ષણ જેવા પાયાના મુદ્દાઓ કદી મેઈનસ્ટ્રીમ રહ્યા નથી. બહુમતી મતદારવર્ગ અહીં હોશિયાર નથી, લુચ્ચો છે. જાગૃત નથી, માનસિક રીતે પછાત છે. ધાર્મિકતાના અતિરેકને લીધે જ્ઞાતિવાદી / કોમવાદી માનસિકતા નાગરિકોના લોહીમાં છે. આમાં જે અપવાદો છે, એમના ચૂંટણીમા ચણા ય ના આવે. આ ઘોર જ્ઞાતિવાદી અને સંકુચિત માનસ જાય નહિ, ત્યાં સુધી ઇલેક્શનથી રિવોલ્યુશન ભૂલી જજો.
માનવ જીવન ના સર્વાંગી પાસા ને રજૂ કરતો બ્લોગ જેમ કે શિક્ષણ,સમાજ,ધર્મ,નીતિ ,મૂલ્યો રાષ્ટ્ર તેમજ આંતર રાષ્ટ્રીય પ્રવાહો વગેરે વિષયો નો સમાવેશ કરતો બ્લોગ ...........
Saturday, 4 August 2012
રાજકારણ
Friday, 3 August 2012
Thursday, 2 August 2012
my first article
તાજેતર માં વર્ષ 2012
માં ટેટ અને ટાટ પરીક્ષા નો અધ્યાય પૂરો થયો ઘણા સમય થી આ
પરીક્ષાઓ વિશે લખવાનું વિચારતો હતો પણ તાજેતર માં આવેલા ભયંકર પરિણામોએ
તરત જ લખવા માટે મને ઉશ્કેરયો કેમ કે આ
પરીક્ષાઓ નું માળખું નકી કર્યા પહેલા અવારનવાર એક
પ્રશ્ન મનમાં થતો જ હતો કે શું શિક્ષકની લાયકાતને આ પરીક્ષાઓથી માપી શકાય કે તેનામાં રહેલા અખૂટ જ્ઞાનથી ????? અને વળી
આ પરિક્ષાઓમાં શિક્ષણના હિત જાળવવા જોઈતા હતા તે નથી જળવાયા.કેમ કે હવે
ટેટ અને ટાટ એ સરકાર માટે બેકારી નો જવાબ
આપવાની બચાવપ્રયુક્તિ બની ગઈ
છે તો આની કેટલીક સંગતતાઓ અને વિષમતાઓ વિશે વાત કરીએ.
સંગતતાઓ
(1) જ્યારથી આ પરીક્ષાઓ લેવાનું નક્કી થયું ત્યારથી દરેક વ્યક્તિ એ જે ખાસ કરી ને ખોટા
બી.એડ. અને પી.ટી.સી. કરીને બેસી
ગયા હતા જે ખરેખર શિક્ષકને લાયક ક્યારેય હતા જ નહીં તેવા કોઈ પણ જાત ની શૈક્ષણિક
અભિયોગ્યતા વગર ના વ્યક્તિઓ ને દૂર કરવામાં અથવા તો ટેટ અને ટાટ ને કારણે શિક્ષક
બનવું અઘરું છે તે સાબિત કરવામાં આ પરીક્ષા અગત્યની પુરવાર થાય અને પુરવાર થઈ છે.
(2) એક શિક્ષકે ક્યારેય પોતાના વિષયવસ્તુનો
અભ્યાસ છોડવો જોઈએ નહીં અને પોતાના જ્ઞાનને અપડેટ કરતાં રહેવું જોઈએ તે આ પરીક્ષામાં લેવામાં આવતા વિભાગ 2 ને કારણે
ગુજરાત ના લાખો તાલીમાર્થીઓ કમ સે કમ વાંચતા તો થયા
કેમ કે આ લખનાર ના માટે વર્ષો ના અનુભવ બાદ એ વાત સાબિત થઈ ગઈ છે કે દુનિયા ની
અંદર કદાચ એક વ્યક્તિ માટે નિયમિત વાંચન એ કદાચ સૌથી અઘરી વાત છે અને મિત્રો વાંચન એ ઘણી જ ફાયદાકારક બાબત છે જે લોકો નિયમિત કઈક
ને કઈક વાંચે છે તેવો પોતાના જીવન માં બીજા કરતાં હમેશા એક પગલું આગળ હોય છે. તેથી આ ટેટ અને ટાટ એ ઘણા ને વાંચતા કરી દીધા..
(3) એક વાર જીવનમાં ટી.વાય. અને બી.એડ તેમજ પી.ટી.સી.માં ઓછા
માર્ક્સ આવે તો મેરીટ ન થવાના કારણે નોકરી
ના ચાન્સ ઘટી જતાં અને ઘણા સાચા શિક્ષક ના
જીવ શિક્ષક બનતાં રહી જતાં પરંતુ આ પરીક્ષા આવ્યા બાદ બીજી વાર મેરીટ સુધારવાની તક મળી જે પણ સારી વાત કહી શકાય
(4) જૂની ભરતી પદ્ધતિમાં જે ગેરરીતિ ચાલતી હતી તે કેટલાક અંશે દૂર થાય આ પરિક્ષા આવતા કેમ કે ટેટ કે ટાટ માં
સ્કોરે વાળા વ્યક્તિ આપોઆપ જાગૃત થયા અને મેરીટ નું મહત્વ વધ્યું.
(5) પરીક્ષાના કારણે અમુક વિષયના
તેજસ્વી શિક્ષકો ની મોટા શહેરોમાં માંગ ઊભી થઈ અને તેમના કારણે ઘણા
તાલીમાર્થીમાં અને ભવિષ્યના શિક્ષક માં જરૂરી એવું મેથ્સ
અને ઇંગ્લિશનું પાયાનું થોડું જ્ઞાન તો ના કહી શકાય પણ માહિતી જરૂર આવી કેમ કે જ્ઞાન તો વસ્તુ જ આખી
અલગ છે. ખરું ને મિત્રો???????????
(6) આ પરીક્ષા ના
વિષમલક્ષી માળખામાં પાર્ટ 1 માં એવી અમુક બાબતો મૂકી છે જેના અભ્યાસથી થોડું મનોવિજ્ઞાન પણ
તાલીમાર્થીમાં અપડેટ થયું જો કે મનોવિજ્ઞાન વાંચી ને અપડેટ થતું નથી પણ થોડી માહિતી
તો આવી કે બાળક ક્યાં પ્રકારનું તત્વ છે ?
વિષમતાઓ-વિસંગતતાઓ
(1) શું એક
શિક્ષક ને કોઈ ના પ્રમાણપત્ર ની જરૂર પડે કે તે એલીજીબલ છે કે નહીં ? તેને તો
તેનો ક્લાસરૂમ નો વિદ્યાર્થી જ કહી શકે - કે
સાહેબ મને તમારો આજે આ ટોપિક ના સમજાયો હો ?
(2) પરીક્ષામાં પૂછવામાં
આવતા અમુક બકવાસ પ્રશ્ન કે
પાવાગઢ માં કેટલા તળાવ છે - અરે એક શિક્ષક ને પોતાના બાળક ને તળાવ કેમ બને છે તે સમજાવાનું હોય ને ?
(3) શું શિક્ષક
ને માપવા માટે સામાન્ય જ્ઞાન ના એવા પ્રશ્નો પૂછવા જોઈએ કે જેથી તેનું મનોબળ તૂટી
જાય !!!!!!!
(4) આ પરીક્ષાઓ
શું સાબિત કરવા માંગે છે શિક્ષક ને? એક ઠોઠ નિશાળિયો!!!!!!!!!!!
(5) વિષયવસ્તુના જ્ઞાનની જરૂરત છે જ પણ એનો
મતલબ હું એવો નથી કરતો કે પેપર સહેલું કાઢવું કે પરિણામ ઊચું આપવું જોઈએ પણ
વિષયવસ્તુ નો ઊંડાણપૂર્વક નો અભ્યાસ કરી ને પેપર કાઢવું જોઈએ જેથી શિક્ષકની કસોટી થાય. પણ અહીતો
બહારના પ્રશ્નો જેવા કે અરવિંદ કેજરીવાલ અને સ્ટીવ
જોબ્સના પૂછાય છે જે વાજબી નથી યાદ કરો મિત્રો - ફેમસ
ગોલમાલ ફિલ્મમાં અમોલ પાલેકર નો જવાબ કે સાહેબ મને હોકી કબ્બડી કે ક્રિકેટ
વીશે નથી ખબર મને તો એમ કે તમે જાહેરાતમાં
હિશાબનીશની નોકરી નું લખ્યું હતું માટે હું અહી
આવ્યો અને મને તો નામું અને તેનું કાચું સરવૈયું એટ્લે કે બેલેન્સશીટ જ આવડે હો માટે હું જાવ
છું. અને ઉત્પલલ દત્ત અમોલ ને નોકરી આપે છે .હા વિવિધ વિષયો નું સામાન્ય જ્ઞાન આજના યુગ માટે જરૂરી છે જ
પણ શું એ પ્રશ્નો કાઢવાનું કોઈ જ ધોરણ નહીં????????//
(6) પરીક્ષા નો અભ્યાસક્રમ
જરાયે જળવાતો નથી અને મનફાવે તેમ ગમે તે પૂછી લે છે પછી તે સ્ટીવ જોબ્સ નો પ્રશ્ન
હોય કે ટેટ 1 માં ભૂમિતિ ના કે શિક્ષક આવ્રુતિ ના પ્રશ્ન હોય જે આઇએએસ કરતાં હોય
તેને પણ ના આવડે હો ?
(7) પરિણામ આવે
ત્યારે ભરતીમાં કેટલા લેવાના છે તે મુજબ નું જ પરિણામ??????? તેટલા જ પાસ
અને ભાષાના વિષય નું પરિણામ 1.49 જેમાં હિન્દી અને સંસ્કૃત તેમજ ગુજરાતી ના ઉમેદવારો ને ઇંગ્લિશ ના 52 માર્ક ની રીતસરની નુકસાની અને સામાજિક
વિજ્ઞાન વિષયના ઉમેદવારોતો જાણે સરકારના દુશ્મન હોય તેમ દરેક વખતે 6 તો 7 ટકા
પરિણામ????
(8) સી.એ. નું
પરિણામ 15 ટકા જેટલું
અને ટેટ નું પરિણામ 4 ટકા જેટલું જ શું આનાથી સરકાર ની માનસિકતા
સામે કોઈ પ્રશ્નો ઊભા નથી થતાં ????
(9) જીવનની અગત્ય
ની બનાવી દીધેલ પરીક્ષા નું પરિણામ જાહેર બાદ કોઈ રિચેકિંગ નહીં કે કોઈ સરકારી
આન્સર કી નહીં જેથી પરિણામના મૂલાંકન સામે
પ્રશ્ન જ ના રહે?
(10) પરીક્ષા વખતે
પેપર ફૂટવા કે લાગતા વળગતાને માર્ક્સ મૂકવા સુધીના ગંભીર આરોપો ???????????????
(11) બુનિયાદી
શિક્ષણના ભૂલકાંને અપાતા શિક્ષણની ગરિમા ને આ એક્જામે નુકસાન પહોચડ્યું છે કેમ કે
પાયા ના શિક્ષક ની પસંદગી આ લખનારના માટે ખૂબ જ કપરી અને અણીશુદ્ધ હોવી જ જોઈએ કેમ
કે પ્રાથમિક શિક્ષણ જો સારું હશે તો આગળ
જતા બાળક ની સફળતાના ચાન્સ વધવાના જ. આ લખનાર જેવા કેટલાય ના શિક્ષક માત્ર 7 એટ્લે
કે શાળાત ભણેલા હોવા છતાં તેમણે આપેલ જીવનના મૂલ્યોના પાઠ આજે પણ ખૂબજ કામ આવે છે અને નાના નાના કામ માટે ગણનયંત્ર નો ઉપયોગ કરવો પડતો નથી એટલું ટોચ
નું શિક્ષણ હતું એ .
(12) હા
તો - જો સરકાર તેના શિક્ષકની પસંદગી ટેટ કે ટાટ દ્વારા જ કરવા માંગતી હોય તેવો એ એક પણ ટેટ કે ટાટ આપેલ નથી
અને તેવા કેટલાય
શિક્ષક છે જે આજે પોતાની ખાનગી શાળા માં ખૂબ જ સારું શિક્ષણ આપે છે અને પોતાનું મૂલ્યાંકન
રોજ રાતે 12 વાગાં સુધી કાલે હું મારા બાળકને
ક્લાસરૂમમાં આ પાઠ કઈ રીતે સરળતા થી શિખડાવીશ તેવો સંકલ્પ કરે છે॰
(13) જો સરકારે
મૂલાંકન કરવું જ હોય તો ટેટ કે ટાટ ના મનસ્વી અભ્યાસક્રમ માં ફેરફાર કરી ને એક અગત્ય ની કૉલમ ઉમેરીને ગાંધીનગર કે જિલ્લા કક્ષાએ
દરેક ટેટ કે ટાટ આપનાર વ્યક્તિને પરીક્ષામાં બેસતા પહેલા પી ટી સી અને બી.એડમાં લેવામાં
આવતા વાર્ષિક પાઠ જેવોજ પાઠ વિદ્યાર્થીની
હાજરીમાં જ ગોઠવીને તેનું મૂલ્યાંકન કરવું જોય કેમ કે ટેટ કે ટાટ પાસ તાલીમાર્થી
ક્લાસરૂમ માં સારું જ ભણાવશે એ મૂલ્યાંકન આ પરીક્ષા કરતી નથી જેથી સરકાર વાલી અને બાળક ને ખબર તો પડે કે પોતા
ને કેટલાક મહિના બાદ કાયમ ભણાવવા આવનાર કેટલા લાયક છે ???/
(14) આ લખનારના
મંતવ્યએ કલેક્ટરથી લઈ ને પટાવાળા સુધીની અને સમની દરેક વ્યક્તિ એક શિક્ષકને જ કહે
છે કે સાહેબ મારા બાળક નું ધ્યાન રાખજો અને તેને સારૂ ભણાવજો અને ના આવડે તો એને ઠપકો આપજો હો. શિક્ષક એ સમાજ ની સૌથી માનનીય વ્યક્તિ છે ચાણક્ય
ની સમજૂતી લખવાની જરૂર નથી કે પ્રલય અને નિર્માણ તેના હાથ ની વાત છે. તો
મિત્રો આટલી મોટી જવાબદારી જેના પર છે તેની ભરતી કે મૂલ્યાંકન
સામાન્ય રીતે તો ના જ થવું જોઈએ - ખરું ને ???????????
અંત માં એટલું જ કહેવાનું કે
શિક્ષક એ સમાજ નો પથદર્શક છે અને તે વિધ્યાર્થી
ને પૂરેપૂરો સમર્પિત હોવો જોઈએ તેને માત્ર પેપર અઘરા
દઈને પરીક્ષા પાસ કરી ને કે પેપર અઘરા કાઢી ને વિદ્યાર્થીને મુંજાવાનો નથી પણ વિદ્યાર્થીને દરેક સમસ્યા નો
ઉકેલ લાવવામાં નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા જોઈએ.કેમ કે શિક્ષક ની સાચી ઓળખ એ તેના
દ્વારા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ છે.
પાઠયક્રમ
ના અઘરા લગતા મુદ્દા ને એકદમ સરળ અને રસપ્રદ બનાવી ને વર્ગખંડ માં પોતાના
વિધ્યાર્થી ને પીરસી ને તેને અણસાર પણ ના આવે તે રીતે તેના માં ઉત્તમ નાગરિક ના
તમામ ગુણો નું ઘડતર કરી નાખે તે જ સાચા શિક્ષક..........શું સરકાર ને આવા નિષ્ઠાવાન
શિક્ષકો ની જરૂર નથી ??????? અને જો મિત્રો તમે આ નિષ્ઠાવાન શિક્ષકો
ની કક્ષા માં આવતા હો તો તમારે ટેટ કે ટાટ માં નાપાસ થયા હો તો અફસોસ કરવાની
જરૂર નથી અથવા ના આપી હો તો આપવાની પણ જરૂર નથી ...............
આપનું શું માનવું છે આ લેખ વિષે તે માટે આપના પ્રતિભાવો મારા નીચેના મોબાઈલ પર કે ઈ મેઇલ માં મોકલવા વિનંતી ...............
નિલેષ એચ.જોશી [લાલપુર,જી.જામનગર]
મો.7405468340
nileshjoshi119@gmail.com
my second article of tet tat
સારસ્વત મિત્રો નમસ્કાર ,,,,,,,,,
મારો Tet અને Tat ની સંગતતાઓ અને વિસંગતતાઓના મથાળા નીચે થોડા
સમય પહેલા ઇન્ટરનેટના www.jitugozaria.blogspot.com
બ્લોગ પર મૂકાયો અને આપ સૌના અભૂતપૂર્વ
પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર .
મિત્રો, ઈન્ટરનેટ પર અમુક લેભાગુ અને પોતાની જ લોકપ્રિયતાનો દાવો
માંડનારી વેબસાઈટ કે બ્લોગ ના માલિકોના પેટમાં જાણે તેલ રેડાયું હોય તેમ તેને આ લખનારના મેઇલ માં અશિષ્ટ ભાષામાં લાગણી દર્શાવીને પોતાની વેબસાઇટ ખતરામાં છે તેવો માનસિક ભય વ્યક્ત કર્યો અને પોતાની વેબસાઇટમાં આ લેખના વિરુદ્ધમાં જાણે
અભિયાન છેડ્યું છે. આવા ઘણા એવા નકારાત્મક લાગણીથી પીડાતા મિત્રોને મારો નમ્ર ખુલાસો અને તેમના વિરોધ
ના હકારાત્મક જવાબ દેવા એક લેખક તરીકે વાજબી લાગતા નીચે મુજબ મારા વિચારો રજૂ કરૂ છું.

1
સૌ પ્રથમ તો પોતાની વેબસાઈટને જ ગુજરાતની બેસ્ટ સાઇટ
માનતા માણસો એ
ભૂલી જાય છે કે આ જગતમાં ભગવાન જેવુ કોઈ લોકપ્રિય નથી. હે માનવી ! તારામાં
આ મન બુદ્ધિ અને અહંકારના તત્વોનું નિર્માણ કેમ થયું ? આ ટેક્નોલોજી તો
આખરે માનવીનુંજ નિર્માણ છે અને માનવી એ ભગવાનનું ???????? હવે અહી આ
લોકપ્રિય માણસો જો પોતાની સફળતા માટે જો ભગવાનને ના ગણતાં પોતાના માતા
પિતાના જૈવ આધારો રજૂ કરેતો મિત્રો તમે જ એને સમજાવજો હો
.....................

આપણા લેખમાં વાત હતી કે
2
2
હા શિક્ષકને પોતે એલિજીબલ છે તે માટે કોઈજ પ્રમાણપત્ર
ની જરૂર નથી. પોતાની
એલિજીબિલિટી માટે જો એ સરકારી નોકરીની પાછળ ભૂખ્યા સ્વાનની જેમ જેઓ દોડતા નથી તેઓએ - શ્રી જય વસાવડા,સ્વ;બક્ષી અને ગુણવંત શાહ ના ક્યારેક જીવન
ચરિત્ર વાચવા. મારા માનવા મુજબ આવી વેબસાઇટ આજના યુવાનોને સતત તણાવમાં રાખે છે. બોલ્ડ અક્ષરોમાં રંગીન બોર્ડર સાથે લખેલ હોય છે કે મિત્રો -આવી રહી છે જાહેરાતો માંડો વાંચવા અને અમારું મટિરિયલ વાપરો
અને મેળવો નોકરી .............. અરે ભાઈ વાંચન સતત હોવું જોઈએ. તેના માટે
કોઈ પરીક્ષાની તારીખ જાહેર થાય અને પછી પુસ્તક હાથમાં લો એવું નહીં અને હા મારા
મતે બંધારણના 500 પ્રશ્નો પાકા કરીને નોકરી મેળવીને ખુરશી પર બેસીને
પગાર વધારાની વાતો કરનારા અને આઇએએસ બનીને અછત અને વરસાદ માટે આગોતરું આયોજન કરવાને બદલે સચિવોના અને રાજકારણીઓના પગના જૂતાં ચાટનારા ઉચ્ચ અધિકારીઓ કરતાં પોતાના પરિવાર માટે દિવસ રાત મજૂરી કરી ને રોજસવારે ગાયો માટે નિણ (ચારો) નાખનાર મજૂર સારો છે. બાળકમાં પીરસવાના જીવનના મૂલ્યોનું સાચા શિક્ષકનું મૂલ્યાંકન એ ટેટ અને ટાટનું સર્ટિફિકેટ ન જ કરી શકે.
અરે ભાઈ ગાંધીજી ની એક હાકલ સાંભળી ને હજારો માણસો અને વિદ્યાર્થીએ ભણવાનું છોડી ને સરકારી નોકરી છોડી હતી શું તમારા જેવા કોપી પેસ્ટ કરનારા દેશ માટે ત્યાગ કરશે ખરા ?????? જેની પાસે નીતિમત્તા અને વિદ્યાર્થીઓના પ્રેમનું પ્રમાણપત્ર છે તેમણેઆવા પ્રમાણપત્ર ની જરૂર નથી.

ગિજુભાઈ બધેકાનું નામ કદાચ ન સાંભળ્યું
હોયતો કોઈકને પૂછજો. ગિજુભાઈ બધેકા પાસે આવા શિક્ષક એલિજીબીલિટી સર્ટિફિકેટ ન હતા.
જે પ્રાથમિક શિક્ષણ તથા શિક્ષક માટે આદર્શ છે. આજના ટેટ – ટાટના હાઈ મેરીટના સર્ટિફિકેટ લઈને ફરવાથી બાળકોમાં પ્રિય થઈ જવાતું
નથી.અને ભાઈ, લેખની સંગતતાતો જુઓ - એમાં આ પરીક્ષા ની સારી બાજુ પણ છે જ.
સરકારી સચિવોતો રહેમરાહે જેવી યોજના રદ કરે છે અને ફિક્સ પગારના હાઈકોર્ટના
ચુકાદા સામે સુપ્રીમમાં જાય જ છે તેમાં સામાન્ય માનવી ને લાભ થાય છે ખરો ? એ બાબતે આપે ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે.
સરકારી કચેરીના એસી હોલમાં બેસી ૨૪૦ રૂપિયાની ડીશ આરોગી
ભલે ટેટ – ટાટના હાર્ડ પેપર કાઢવાનો પેપર સેટર માનસિક આનંદ લેતા હોય પરંતુ આવા
હાર્ડ પેપરમાં વિષયવસ્તુથી વિપરીત પ્રશ્નોથી વિપરીત પ્રશ્નો કાઢવાથી આદર્શ અને
નિતિમત્તાને વરેલા – વિદ્યાર્થીના જીવનમાં હકારાત્મક મૂલ્યોનું
સિંચન કરનાર શિક્ષકની ભરતી થશે જ તેમ માનવું ભૂલભરેલું છે.
3
3
અરે, શિક્ષકનું મનોબળ તો , તમારા જેવી લેભાગુ વેબસાઈટે ટેટ અને ટાટ ની
પરીક્ષા બાદ મૂકેલા ઉતાવળમાં જલ્દી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અધકચરા જ્ઞાનને
લીધે
મુકેલ ખોટી અધકચરી આન્સર કી તોડે છે જેને સોલ્વ કરીને ઉમેદવારો 150 માંથી 120 જેવા ઉંચા ગુણ ધારે છે અને પરિણામ ઊલટું આવે છે, કેમ કે આન્સર કી ના જવાબ જ ખોટા હોય છે જોય છે. છેવટે પસ્તાતા લોકો ખોટી આન્સર કી રિસાયકીલ બિનમાં ગાળો દેતા દેતા પધરાવી દે છે ...................
4

પરીક્ષા ના પ્રશ્નો શિક્ષણ ના ઉપયોગી નથી જ કેમ કે તેમાં 11 અને 12
નું અર્થશાસ્ત્ર વધુ જોવા મળે છે.પરીક્ષા છે ધોરણ ૧ થી ૮ ની. અને શિક્ષકને ભૂલકાં ને
ભણવાનું છે નહીં કે બીસીએ કરતાં વિધ્યાર્થીને. ભૂલકાં માટે જેના માટે સ્ટીવ જોબ્સ
ને જાણનારો શિક્ષક કેટલો ન્યાય આપે છે તે માટે આપ પ્રાથમિક શાળાની મુલાકાત લેશો તો ખબર પડશે.

5
હા ઠોઠ નિશાળિયો જ સાબિત થાય ને કેમ કે, તમારી
લેભાગુ વેબસાઇટ ના ખોટા
પ્રશ્નો અમે નથી વાંચ્યા. અમે તો 1 તો 10 નું પાઠ્યપુસ્તક વાંચ્યુ છે જેમાં
પાવાગઢના પ્રશ્નો કે અરવિંદ કેજરીવાલ કે સ્ટીવ જોબ નથી. હવે આ બધુ
વાંચીશું કે જેથી તમારા ડાઉનલોડ ની સંખ્યા વધે. બસ હવે તો રાજી થશો ને ....
6

હા હો, પરીક્ષા નો અભ્યાસક્રમ જાળવ્યો છે તેથી જ તો પરિણામ 4 ટકા આવ્યું.
કેમ કે દોઢ લાખ વિધ્યર્થીઓ ના બી. એડના માર્ક અને પીટીસીના ટકા ખોટા.
કેમ કે અમે તો ચોરી કરીને પાસ થયા છીએ. પણ હા અમે કોઈકની વેબસાઇટ માંથી
કોપી પેસ્ટ કરીને બીજાની એક્સેલ ફાઇલનો પાસવર્ડ તોડીને અમારા બ્લોગ કે સાઇટ માં મુક્તા નથી અમે તો બધા ખોટા અને તમે એક જ સાચા હો.
7

અરે ભાઈ આને કોક સમજાવો કે સી .એ. ના પરિણામ માં વધારો
કરવાનું ખુદ
સી.એ ના વડા ને કેદ્ર સરકાર ની સૂચના હતી કેમ કે સી એ. ની ઘટ છે પણ આ ભાઈ
ક્યારે કોપી પેસ્ટ માં થી નવરા થાય તો સેંટ્રલ ગવર્નમેંટ ના ન્યુસ કે સી.
એ. ના સામયિક વાચે તો થાય ને
8
સી.એ ના વડા ને કેદ્ર સરકાર ની સૂચના હતી કેમ કે સી એ. ની ઘટ છે પણ આ ભાઈ
ક્યારે કોપી પેસ્ટ માં થી નવરા થાય તો સેંટ્રલ ગવર્નમેંટ ના ન્યુસ કે સી.
એ. ના સામયિક વાચે તો થાય ને
8
મિત્રો વિરોધ કરનાર હમેશા લેખ ની વિષમતાજ જોતા હોય છે
અને એટલેજ તો આપણો
દેશ પાછળ છે. કેમ કે લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષ હોય જે પ્રજા ના પ્રશ્નો
ને વાચા આપી શકે તો કામ થાય ને. પણ અહી તો વિરોધ પક્ષ ને વોકઆઉટ કર્યા
સિવાય કઈ કામ નથી.
બસ મિત્રો હવે ઘણું થયું કે ?????? મિત્રો મે
મારા લેખ ની અંદર જે સારી અને આદર્શ વાતો કરી છે તે જો ધ્યાનમાં લેવામાં
આવે તો ખબર પડે કે ટેટ કે ટાટ ના લેવી જોઈએ, કે શિક્ષક ને અઘરું ના પૂછવું
જોઈએ. એવું ક્યાય નથી લખ્યું પણ મારૂ તો એટલું જ કહેવાનું છે કે તમારા વિસ્તાર ની શાળાઓ માં જઈને
આપ ખુદ જ જોઈલો કે છેલ્લા 2 વર્ષમાં ટેટ પાસ થેયલ ઉમેદવારો કેવું ભણાવે
છે અને કેવું રમાડે છે ????? સમજી ગયા ને કેવું રમાડે છે નો અર્થ
...........................ઓકે આવજો હો અને જો આ મારો આ પ્રતિભાવ ગમ્યો
હોય તો જવાબ આપજો કેટલાક સમય થી શિક્ષણ ની અમુક વેબસાઇટ થી આપનો અમારો
પ્રત્યે નો પ્રેમ જે વધે છે તે સહન થતો નથી માટે આજે જવાબ આપવો પડ્યો આપના પ્રતિભાવ આવકાર્ય છે.

Subscribe to:
Posts (Atom)