Thursday, 2 August 2012

my first article


   ટેટ અને ટાટ ની સંગતતા અને વિસંગતતાઓ
નિલેષ એચ.જોશી  (મો.7405468340 -  nileshjoshi119@gmail.com )
તાજેતર માં વર્ષ 2012 માં ટેટ અને ટાટ પરીક્ષા નો અધ્યાય પૂરો થયો ઘણા સમય થી આ પરીક્ષાઓ વિશે લખવાનું વિચારતો હતો પણ તાજેતર માં આવેલા ભયંકર પરિણામોએ તરત જ લખવા માટે મને ઉશ્કેરયો   કેમ કે આ પરીક્ષાઓ નું માળખું નકી કર્યા પહેલા અવારનવાર એક પ્રશ્ન મનમાં થતો જ હતો કે શું શિક્ષકની લાયકાતને આ પરીક્ષાઓથી માપી શકાય કે તેનામાં રહેલા અખૂટ જ્ઞાનથી ????? અને વળી આ પરિક્ષાઓમાં શિક્ષણના હિત જાળવવા જોઈતા હતા તે નથી જળવાયા.કેમ કે હવે ટેટ અને ટાટ એ સરકાર માટે બેકારી નો જવાબ આપવાની બચાવપ્રયુક્તિ બની ગઈ છે તો આની કેટલીક સંગતતાઓ અને વિષમતાઓ વિશે વાત કરીએ.
સંગતતાઓ
(1) જ્યારથી આ પરીક્ષાઓ લેવાનું નક્કી  થયું ત્યારથી દરેક વ્યક્તિ એ જે ખાસ કરી ને ખોટા બી.એડ. અને પી.ટી.સી. કરીને બેસી ગયા હતા જે ખરેખર શિક્ષકને લાયક ક્યારેય હતા જ નહીં તેવા કોઈ પણ જાત ની શૈક્ષણિક અભિયોગ્યતા વગર ના વ્યક્તિઓ ને દૂર કરવામાં અથવા તો ટેટ અને ટાટ ને કારણે શિક્ષક બનવું અઘરું છે તે સાબિત કરવામાં આ પરીક્ષા અગત્યની પુરવાર થાય અને પુરવાર થઈ છે.
(2)  એક શિક્ષકે ક્યારેય પોતાના વિયવસ્તુનો અભ્યાસ છોડવો જોઈએ નહીં અને પોતાના જ્ઞાનને અપડેટ કરતાં  રહેવું જોઈએ તે આ પરીક્ષામાં લેવામાં આવતા વિભાગ 2 ને કારણે ગુજરાત ના લાખો તાલીમાર્થીઓ કમ સે કમ વાંચતા તો થયા કેમ કે આ લખનાર ના માટે વર્ષો ના અનુભવ બાદ એ વાત સાબિત થઈ ગઈ છે કે દુનિયા ની અંદર કદાચ એક વ્યક્તિ માટે નિયમિત વાંચન  એ કદાચ સૌથી અઘરી વાત છે અને મિત્રો વાંચન એ ઘણી જ ફાયદાકારક બાબત છે જે લોકો નિયમિત કઈક ને કઈક વાંચે છે તેવો પોતાના જીવન માં બીજા કરતાં હમેશા એક પગલું આગળ હોય છે. તેથી આ ટેટ અને ટાટ એ ઘણા ને વાંચતા કરી દીધા..
(3)  એક વાર જીવનમાં ટી.વાય. અને બી.એડ તેમજ પી.ટી.સી.માં ઓછા માર્ક્સ આવે તો મેરીટ ન થવાના કારણે  નોકરી ના ચાન્સ ઘટી જતાં અને ઘણા સાચા શિક્ષક  ના જીવ શિક્ષક  બનતાં રહી જતાં પરંતુ આ પરીક્ષા  આવ્યા બાદ બીજી વાર મેરીટ સુધારવાની તક મળી જે પણ સારી વાત કહી શકાય
(4)  જૂની ભરતી પદ્ધતિમાં જે ગેરરીતિ ચાલતી હતી તે કેટલાક અંશે દૂર થાય આ પરિક્ષા આવતા કેમ કે ટેટ કે ટાટ માં સ્કોરે વાળા વ્યક્તિ આપોઆપ જાગૃત થયા અને મેરીટ નું મહત્વ વધ્યું.
(5)  પરીક્ષાના કારણે અમુક વિષયના તેજસ્વી શિક્ષકો ની મોટા શહેરોમાં માંગ  ઊભી થ અને તેમના કારણે ઘણા તાલીમાર્થીમાં અને ભવિષ્યના શિક્ષક માં જરૂરી એવું મેથ્સ અને ઇંગ્લિશનું પાયાનું થોડું જ્ઞાન તો ના કહી શકાય  પણ માહિતી જરૂર આવી કેમ કે જ્ઞાન તો વસ્તુ જ આખી અલગ છે. રું ને મિત્રો???????????
(6)   પરીક્ષા ના વિષમલક્ષી માળખામાં પાર્ટ 1 માં એવી અમુક બાબતો મૂકી છે જેના અભ્યાસથી થોડું મનોવિજ્ઞાન પણ તાલીમાર્થીમાં અપડેટ થયું જો કે મનોવિજ્ઞાન વાંચી ને અપડેટ થતું નથી પણ થોડી માહિતી તો આવી કે બાળક ક્યાં પ્રકારનું તત્વ છે ?  
વિષમતાઓ-વિસંગતાઓ
(1)  શું એક શિક્ષક ને કોઈ ના પ્રમાણપત્ર ની જરૂર પડે કે તે એલીજીબલ છે કે નહીં ? તેને તો તેનો ક્લાસરૂમ નો વિદ્યાર્થી જ કહી શકે - કે સાહેબ મને તમારો  આજે આ ટોપિક ના સમજાયો  હો ?
(2)  પરીક્ષામાં પૂછવામાં આવતા અમુક બકવાસ પ્રશ્ન કે પાવાગઢ માં કેટલા તળાવ છે - અરે એક શિક્ષક ને પોતાના  બાળક ને તળાવ કેમ બને છે તે સમજાવાનું હોય ને ? 

(3) શું શિક્ષક ને માપવા માટે સામાન્ય જ્ઞાન ના એવા પ્રશ્નો પૂછવા જોઈએ કે જેથી તેનું મનોબળ તૂટી જાય !!!!!!!
(4) પરીક્ષાઓ શું સાબિત કરવા માંગે છે શિક્ષક ને? એક ઠોઠ નિશાળિયો!!!!!!!!!!!
(5) વિષયવસ્તુના જ્ઞાનની જરૂરત છે જ પણ એનો મતલબ હું એવો નથી કરતો કે પેપર સહેલું કાઢવું કે પરિણામ ઊચું આપવું જોઈએ પણ વિષયવસ્તુ નો ઊંડાણપૂર્વક નો અભ્યાસ કરી ને પેપર કાઢવું જોઈએ જેથી શિક્ષકની કસોટી થાય. પણ અહીતો બહારના પ્રશ્નો જેવા કે અરવિંદ કેજરીવાલ અને સ્ટીવ જોબ્સના પૂછાય છે જે વાજબી નથી યાદ કરો મિત્રો - ફેમસ ગોલમાલ ફિલ્મમાં અમોલ પાલેકર નો જવાબ કે સાહેબ મને હોકી કબ્બડી કે ક્રિકેટ વીશે નથી ખબર મને તો એમ કે તમે જાહેરાતમાં હિશાબનીશની નોકરી નું લખ્યું હતું માટે હું અહી આવ્યો અને  મને તો નામું અને તેનું કાચું સરવૈયું એટ્લે કે બેલેન્સશીટ જ આવડે હો માટે હું જાવ છું. અને ઉત્પલલ દત્ત અમોલ ને નોકરી આપે છે .હા વિવિધ વિષયો નું સામાન્ય જ્ઞાન આજના યુગ માટે જરૂરી છે જ પણ શું એ પ્રશ્નો કાઢવાનું કોઈ જ ધોરણ નહીં????????//
(6) પરીક્ષા નો અભ્યાસક્રમ જરાયે જળવાતો નથી અને મનફાવે તેમ ગમે તે પૂછી લે છે પછી તે સ્ટીવ જોબ્સ નો પ્રશ્ન હોય કે ટેટ 1 માં ભૂમિતિ ના કે શિક્ષક આવ્રુતિ ના પ્રશ્ન હોય જે આઇએએસ કરતાં હોય તેને પણ ના આવડે હો ?
(7)  પરિણામ આવે ત્યારે ભરતીમાં કેટલા લેવાના છે તે મુજબ નું જ પરિણામ??????? તેટલા જ પાસ અને  ભાષાના  વિષય નું પરિણામ 1.49 જેમાં હિન્દી અને સંસ્કૃત તેમજ ગુજરાતી ના ઉમેદવારો ને ઇંગ્લિશ ના  52 માર્ક ની રીતસરની નુકસાની  અને સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોતો જાણે સરકારના દુશ્મન હોય તેમ દરેક વખતે 6 તો 7 ટકા પરિણામ????
(8) સી.. નું પરિણામ 15 ટકા જેટલું અને ટેટ નું પરિણામ 4 ટકા જેટલું જ શું આનાથી સરકાર ની માનસિકતા સામે કોઈ પ્રશ્નો ઊભા નથી થતાં ????
(9)  જીવનની અગત્ય ની બનાવી દીધેલ પરીક્ષા નું પરિણામ જાહેર બાદ કોઈ રિચેકિંગ નહીં કે કોઈ સરકારી આન્સર કી નહીં જેથી પરિણામના  મૂલાંકન સામે પ્રશ્ન જ ના રહે?
(10)  પરીક્ષા વખતે પેપર ફૂટવા કે લાગતા વળગતાને માર્ક્સ મૂકવા સુધીના ગંભીર આરોપો ???????????????
(11)  બુનિયાદી શિક્ષણના ભૂલકાંને અપાતા શિક્ષણની ગરિમા ને આ એક્જામે નુકસાન પહોચડ્યું છે કેમ કે પાયા ના શિક્ષક ની પસંદગી આ લખનારના માટે ખૂબ જ કપરી અને અણીશુદ્ધ હોવી જ જોઈએ કેમ કે પ્રાથમિક શિક્ષણ જો સારું હશે  તો આગળ જતા બાળક ની સફળતાના ચાન્સ વધવાના જ. આ લખનાર જેવા કેટલાય ના શિક્ષક માત્ર 7 એટ્લે કે શાળાત ભણેલા હોવા છતાં તેમણે આપેલ જીવનના મૂલ્યોના પાઠ આજે પણ ખૂબજ કામ  આવે છે અને નાના નાના કામ  માટે ગણનયંત્ર નો ઉપયોગ કરવો પડતો નથી એટલું ટોચ નું શિક્ષણ હતું એ .
(12) હા તો - જો સરકાર તેના શિક્ષકની પસંદગી ટેટ કે ટાટ દ્વારા જ કરવા માંગતી હોય તેવો એ એક પણ ટેટ કે ટાટ આપેલ નથી અને તેવા  કેટલાય શિક્ષક છે જે આજે પોતાની ખાનગી શાળા માં ખૂબ જ સારું શિક્ષણ આપે છે અને પોતાનું મૂલ્યાંકન રોજ રાતે 12 વાગાં સુધી કાલે હું મારા બાળકને ક્લાસરૂમમાં આ પાઠ કઈ રીતે સરળતા થી શિખડાવીશ તેવો સંકલ્પ કરે છે  
(13)  જો સરકારે મૂલાંકન કરવું જ હોય તો ટેટ કે ટાટ ના મનસ્વી અભ્યાસક્રમ માં ફેરફાર કરી ને  એક અગત્ય ની કૉલમ ઉમેરીને ગાંધીનગર કે જિલ્લા કક્ષાએ દરેક ટેટ કે ટાટ આપનાર વ્યક્તિને પરીક્ષામાં બેસતા પહેલા પી ટી સી અને બી.એડમાં લેવામાં આવતા વાર્ષિક પાઠ જેવોજ પાઠ  વિદ્યાર્થીની હાજરીમાં  જ  ગોઠવીને તેનું મૂલ્યાંકન  કરવું જોય કેમ કે ટેટ કે ટાટ પાસ તાલીમાર્થી ક્લાસરૂમ માં સારું જ ભણાવશે એ મૂલ્યાંકન આ પરીક્ષા કરતી નથી  જેથી સરકાર વાલી અને બાળક ને ખબર તો પડે કે પોતા ને કેટલાક મહિના બાદ કાયમ ભણાવવા આવનાર કેટલા લાયક છે ???/
(14)  લખનારના મંતવ્યએ  કલેક્ટરથી લઈ ને પટાવાળા  સુધીની અને સમની દરેક વ્યક્તિ એક શિક્ષકને જ કહે છે કે સાહેબ મારા બાળક નું ધ્યાન રાખજો અને તેને સારૂ  ભણાવજો અને ના આવડે તો  એને ઠપકો આપજો હો.  શિક્ષક એ સમાજ ની સૌથી માનનીય વ્યક્તિ છે ચાણક્ય ની સમજૂતી  લખવાની જરૂર નથી કે પ્રલય અને નિર્માણ તેના હાથ ની વાત છે. તો મિત્રો આટલી મોટી જવાબદારી જેના પર છે તેની ભરતી કે મૂલ્યાંકન સામાન્ય રીતે તો ના જ થવું જોઈએ -  ખરું ને ???????????
અંત માં એટલું જ કહેવાનું કે શિક્ષક એ સમાજ નો પથદર્શક છે અને તે વિધ્યાર્થી ને પૂરેપૂરો સમર્પિત હોવો જોઈએ તેને માત્ર પેપર અઘરા દઈને પરીક્ષા પાસ કરી ને કે પેપર અઘરા કાઢી ને વિદ્યાર્થીને મુંજાવાનો નથી પણ વિદ્યાર્થીને દરેક સમસ્યા નો ઉકેલ લાવવામાં નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા જોઈએ.કેમ કે શિક્ષક ની સાચી ઓળખ એ તેના દ્વારા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ છે.
પાઠયક્રમ ના અઘરા લગતા મુદ્દા ને એકદમ સરળ અને રસપ્રદ બનાવી ને વર્ગખંડ માં પોતાના વિધ્યાર્થી ને પીરસી ને તેને અણસાર પણ ના આવે તે રીતે તેના માં ઉત્તમ નાગરિક ના તમામ ગુણો નું ઘડતર કરી નાખે તે જ સાચા શિક્ષક..........શું સરકાર ને આવા નિષ્ઠાવાન શિક્ષકો ની જરૂર નથી ??????? અને જો મિત્રો તમે આ નિષ્ઠાવાન શિક્ષકો ની કક્ષા માં આવતા હો તો તમારે ટેટ કે ટાટ માં નાપાસ થયા હો તો અફસોસ કરવાની જરૂર નથી અથવા ના આપી હો તો આપવાની પણ જરૂર નથી ...............

આપનું શું  માનવું છે આ લેખ વિષે તે માટે આપના પ્રતિભાવો મારા નીચેના મોબાઈલ પર કે ઈ મેઇલ માં મોકલવા વિનંતી ...............
  
નિલેષ એચ.જોશી [લાલપુર,જી.જામનગર]
મો.7405468340
nileshjoshi119@gmail.com


1 comment:

  1. તમારા બ્લોગનો જવાબ તો કોઇકે અહી આપ્યો જ છે... વાંચો અને વંચાવો...

    http://blog.rijadeja.com/2012/07/Gujarat-TET-Exam-Virodh-sha-mate-rijadeja.html

    ReplyDelete